સાંસ્કૃતિક વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન યોજાવામાં આવતા કાર્યક્રમો

જાન્યુઆરી માસના કાર્યક્રમો

અનુક્રમ નંબર કાર્યક્રમો
૧. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
ગુજરાત રાજયને દેશ તથા વિશ્વમાં પ્રવાસન ક્ષેત્રે આકર્ષવા અને પોતાની આગવી ઓળખ બનાવવાના ઉદ્ેશથી ગુજરાત પ્રવાસન નિગમ, સુરત મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ''આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ''નું આયોજન સુરત ખાતે કરવામાં આવે છે. દેશ-વિદેશથી પધારેલ ઇન્ટરનેશનલ કાઇટીસ્ટોનું ઢોલના નાદે કુમકુમ તિલક અને ફુલોથી બાળાઓ દ્વારા ઉષ્માસભર સ્વાગત, રંગીનતા, ગતીશીલતા અને ઉન્નતતાના એહસાસ કરાવતા પતંગ સાથે ગુજરાતની વિકાસગાથા રજુ કરતા ઉડે ઉડે રે પતંગ ગુજરાતનો....ગીતનૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશ વિદેશથી પધારેલ કાઇટીસ્ટો દ્વારા વિવિધ આકાર અને ડિઝાઇનના ભાતીગળ પતંગોની ડિઝાઇનોથી સુરતનું આકાશ રંગબેરંગી અને અવનવા પતંગોથી આચ્છાદિત કરવામાં આવે છે. આ મહોત્સવથી આપણા દેશના ઉત્સવો અને પર્વોથી લોકસંસ્કૃતિની ઓળખ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારા ઉપરાંત પતંગ સાથે જોડાયેલા લાખો લોકોને રોજગારી મળી છે.
ર. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે પ્રતિ વર્ષ ૧રમી જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ કલાકે મકકાઇ પુલ, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીને સુતરાંજલિ અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ૧ર જાન્યુઆરીની પ્રભાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો સ્વામી વિવેકાનંદએ આપેલ સૂત્રોને રજુ કરતા બેનરો સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે આવ્યા બાદ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરી વંદના કરે છે.આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિધ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને શહેરીજનોએ તત્વ-સત્વદર્શી, તપોમૂર્તિ અને તેજોમય વકતૃત્વતા ધરાવતા સ્વામી વિવેકાનંદજીને પુષ્પો અર્પણ કરી વંદના કરે છે.
૩. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ
ર૩મી જાન્યુઆરી ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સવારે ૮.૩૦ કલાકે ગોપીપુરા, સુભાષચોક, સુરત ખાતે પુષ્પાંજલી સહ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી ભારત દેશની આઝાદી અપાવવામાં મહત્વની ભુમિકા અદા કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નેતાજીને પુષ્પાંજલી સહ વંદના કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિધ્યાર્થીઓ દ્ધારા માતૃભૂમિની મુકિત માટે છેડાયેલા જંગમાં અગે્રસર એવા સુભાષચંદ્ર બોઝના જીવન પર સુંદર વકતવ્ય રજુ કરવામાં આવે છે.
૪. ર૬મી જાન્યુઆરી: પ્રજાસત્તાક દિનની ઉજવણી
ભારતના રાષ્ટ્રીય પર્વ ર૬મી જાન્યુઆરી : પ્રજાસતાક દિનની ઉજવણી વિવિધ વિસ્તારમાં જનભાગીદારીથી કરવામાં આવે છે. દેશભકિત ગીત, વેશભૂષા, નિબંધ, રંગપૂરણી, ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજી ઇનામોથી સન્માનવામાં આવે છે. સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની ખુશનમા પ્રભાતે બેનરો, ટેબ્લોઝ અને સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરી કાઢવામાં આવે છે. માન.મેયરશ્રી દ્બારા ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધુન વચ્ચે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવે છે. પ્રજાસતાક પર્વે રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિઘ્ધી હાંસલ કરેલ નગરજનોનું સન્માન કરવામાં આવે છે. પ્રજાસત્તાક પર્વે રજુ થતા દેશભકિત અને લોકસંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યકમોને શહેરીજનો મન ભરીને માણે છે. અંતે 'ભારત માતા કી જય' ના ગગનભેદી જયનાદ સાથે કાર્યક્રમનું સમાપન થાય છે.
પ. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, રાષ્ટ્રીય બાગાયત-હર્બલ મેળો અને શિલ્પગ્રામ મેળો
સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો-'વિધ્યા' અને રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફલાવર શો-'સુમન' તથા શિલ્પગ્રામ મેળો-'શિલ્પગ્રામ' ના સેમિનાર હોલમાં વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં નિબંધ, ચિત્રકામ, ગૃપ ડસ્કશન, જનરલ નોલેજ કવીઝ, સર્જનાત્મક કામગીરી અને વેશભૂષા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સાંજે દેશભકિતપર આધારિત ગૃપ ડાન્સ કોમ્પીટીશન, ફેસ્ટીવલ ડાન્સ કોમ્પીટીશન, કવિ સંમેલન, યોગા-શો, વિવિધ રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
૬. ગાંધી નિર્વાણદિન
૩૦મી જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્ધારા ચોકબજાર સ્થિત ગાંધીજીની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્સ્યશ્રીઓ, અધિકારીગણ અને ગાંધીપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધી પ્રતિમાને ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી ભજનના કાર્યક્રમમાં સામેલ થાય છે.

ફેબ્રુઆરી માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ
સુરત શહેરના ચુંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, વહીવટી પાંખના અધિકારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ વચ્ચે સામંજસ્ય, સહકારીતા અને સુમેળનો માહોલ સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર્સ ટીમ, કમિશ્નર ટીમ, સુરત શહેર પત્રકાર સંઘ, કોહ પે્રસ રીપોટર્સ ટીમ તથા પે્રસ ફોટોગ્રાફર-ચેનલ ટીમનો સમાવેશ કરી ''મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ''નું આયોજન કરવામાં આવે છે. નિર્ધારિત ર૦-ર૦ ઓવરની રમાતી મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ચેમ્પીયન ટીમ, રનર્સ-અપ ટીમ, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન અને મેન ઓફ ધી સિરિઝને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે.
ર. ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ
ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ વચ્ચે કલા અને સંસ્કૃતિના આદાન પ્રદાનના હેતુથી પ્રતિવર્ષ રોટેશન મુજબ ગુજરાત રાજયની આઠ મહાનગરપાલિકાઓની મેયરશ્રીઓની ટીમો અને કમિશનરશ્રીઓની ટીમો વચ્ચે અલગ અલગ ચેમ્પીયનશીપ ધરાવતી "ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ડે એન્ડ નાઇટ ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ" નું આયોજન કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૦૯ અને વર્ષ ર૦૧૪માં "ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ડે એન્ડ નાઇટ ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ" નું સુરત ખાતે સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ર૦૧પમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજીત સુરત મહાનગરપાલિકાની મેયર ટીમે ચેમ્પીયનશીપ અને કમિશનર ટીમે રાજકોટ, સુરત તથા વડોદરા ખાતે વિજય સાથે જીતની હેટ્રીક નોંધાવી ચેમ્પીયનશીપ મેળવેલ છે.
૩. બોટ ફેસ્ટીવલ
ગુજરાત પ્રવાસન નિગમ લી.,ગાંધીનગર, સુરત મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે વર્ષ ર૦૧૬ થી "બોટ ફેસ્ટીવલ" નું સુરત ખાતે આયોજન કરી ગુજરાતના સર્વાધિક પ્રગતિશીલ તેમજ હીરાઉધ્યોગ અને ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વિખ્યાત એવું સુરત પોતાની પ્રતિષ્ઠામાં વધુ એક અનોખી સિઘ્ધિ ઉમેરી રહ્યું છે. ભારત દેશની વર્ષો જુની પારંપરિક અને ઐતિહાસિક હોડી સ્પર્ધામાં કાપડના સઢથી પવનની ગતિ પ્રમાણે હલેસાંનો ઉપયોગ કર્યા વગર હોડી ચલાવવી એ એક સાહસ સાથે આગવી કળા પણ છે અને એ કળા કેોશલ્યનું નિદર્શન સાથે આ બોટ સ્પર્ધા યોજાઇ હતી. હજીરા એસ્સાર જેટ્ટી પાસેથી ફલેગ ઓફ સાથે શરૂ થયેલ આ સ્પર્ધામાં એક બોટ ઉપર ૮ વ્યકિતઓ મળી કુલ ૮૮ સ્પર્ધકોએ હલેસાનો ઉપયોગ કર્યા વગર કાપડના સઢની પવનની ગતિ પ્રમાણે પોતાની કળાનું નિદર્શન કરતા મગદલ્લા બીચ ખાતે સમાપન થયું હતું. વર્ષો અગાઉ હજીરા-મોરાગામમાં જાત્રા ભરાતી ત્યારે મગદલ્લા, ભીમપોર, ડુમ્મસ ગામના લોકો જાત્રામાં હોડી લઇને જતાં ત્યારે તેઓ જાત્રાએથી પરત ફરતી વેળાએ હોડી સ્પર્ધા યોજાતી જેનો લોકો ઉમળકાભેર આનંદ માણતાં હતા. જેને પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધા યોજવામાં આવી હતી.
૪. શ્રી મોરારજી દેસાઇ જન્મ જયંતિ (લીપ યર-દર ચાર વર્ષે)
ભારતના રાષ્ટ્રીય પર્વ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજીભાઇ દેસાઇની જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સવારે ૯.૦૦ કલાકે ડુમ્મસ-ચોપાટી, ડુમ્મસ, સુરત ખાતે આવેલ સ્વ.મોરારજીભાઇ દેસાઇ પ્રતિમાને સુતરાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે છે. વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં તા.ર૯/૦ર/૧૮૯૬ના રોજ જન્મેલા અને જુના મુંબઇ રાજયના મુખ્યપ્રધાન અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બનેલા એવા ગાંધીવાદી વિચાર ધારાના પથદર્શી, નૈતિક મૂલ્યોને વરેલા, તંદુરસ્ત, સિદ્વાંતવાદી તેમજ પ્રેરણાદાયી એવા મોરારજીભાઇ દેસાઇને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્સ્યશ્રીઓ, અધિકારીગણ, શાળાના બાળકો તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુતરાંજલી અર્પણ કરવામાં આવે છે.

માર્ચ માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. આંતરરાષ્ટ્રીય મહિલાદિન
૮મી માર્ચ "આંતરરાષ્ટ્રીય મહિલા દિન" ની ઉપલક્ષ્યમાં સુરત મહાનગરપાલિકા દ્બારા નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જયોત પ્રબળ બને તે હેતુથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિએ નારીનું માત્ર સન્માન જ નહીં પરંતુ નારીને અધિક પ્રભાવી દરજજો આપ્યો છે. રાજય સરકારે રાજયમાં મહિલાઓનો સામાજિક દરજજો ઊંચો આવે, તેઓ આર્થિક પગભર બને તે માટે મહિલા સશકિતકરણ, સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી ફીમાંથી મુકિત અને મિશન મંગલમ જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સમાજમાં મહિલા વર્ગને દરેક ક્ષેત્રે ઉચિત અને પુરતી તકો ઉપલબ્ધ કરાવવાની હિમાયત સાથે ન્યાય, કાયદો અને સુવ્યવસ્થા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, સાહિત્ય, સમાજસેવા વિગેરે ક્ષેત્રે કાર્યરત અગ્રણી મહિલાઓ તથા ચૂંટાયેલા મહિલા પદાધિકારીશ્રીઓનું મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે.

એપ્રિલના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ
૧૪મી એપ્રિલ, ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સવારે ૮.૦૦ કલાકે વંદના સહ સુતરાંજલિ કાર્યક્રમનું આયોજન માનદરવાજા, રીંગરોડ, સુરત ખાતે કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્સ્યશ્રીઓ, અધિકારીગણ, શાળાના બાળકો તથા સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી "સમતા"ના સિઘ્ધાંત પર વિશ્વશાંતિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર પ્રખર રાષ્ટ્રપુરૂષ, પ્રખરવકતા-લેખક એવા મહામાનવ ડાૅ.બાબાસાહેબ આંબેડકરને સુતરની આંટી પહેરાવી વંદના કરવામાં આવે છે. ડાૅ.બાબાસાહેબ આંબેડકરજીના જીવન-કવન ઉપર આધારિત સુલેખન, નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના વિધ્યાર્થીઓ ડાૅ.બાબા સાહેબ આંબેડકરના સુવાકયો લખેલા બેનર સાથે પ્રભાતફેરી આકારે કાર્યક્રમ સ્થળે આવી દેશના પ્રથમ કાયદામંત્રી, વિદ્વાન કાયદાશાસ્ત્રી-અર્થશાસ્ત્રી, તત્વજ્ઞાની, ઇતિહાસવિદ ડાૅ.બાબાસાહેબ આંબેડકરને પુષ્પો અર્પણ સહ વંદના બાદ "ડાૅ.બાબાસાહેબ આંબેડકર અમર રહો" ના ગગનભેદી નારા સાથે કાર્યક્રમનું સમાપન થાય છે.

મે માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. ગુજરાત રાજય સ્થાપના દિન
"જય જય ગરવી ગુજરાત, દિપે અરૂણું પરભાત, જય જય ગરવી ગુજરાત."
૧લી મે, ૧૯૬૦નો સુવર્ણ દિવસ કે જયારે ગુજરાતને અલગ રાજય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા ગુજરાત ગેોરવ દિનની ઉજવણી અંતર્ગત જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમોના આયોજન થકી રાજયના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જનજન સુધી ઉજાગર કરવા સમગ્ર રાજયમાં ઉજવણી સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ગેોરવ દિનની ઉજવણી થકી રાજયની સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે ભાવિ પેઢીને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગતવર્ષે કતારગામ સીમેટ્રીથી શહેરની ઐતિહાસિક ઇમારતોની મુલાકાત 'હેરીટેજ વોક', 'રન ફોર ગુજરાત' 'સુર્યપુરથી સુર્યમંડળ સુધી' પ્રદર્શન તથા ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો 'ગુણવંતી ગુજરાત' ઉપર 'ગુજરાતી-હિન્દી ગીતોનો ગુલદસ્તો'' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો શહેરની કલાપે્રમી નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ર. સુરત સુધરાઇ સ્થાપના દિન
તા.૧પ/૦પ/૧૮પરના રોજ સુધરાઇની પ્રથમ સભા સુધરાઇ કાયદેસર અસ્તિત્વમાં આવી હતી. જેનું સને ૧૯૬૬થી સુધરાઇનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હતું. ૧પમી મે, સુરત સુધરાઇ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્ધારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગત વર્ષે આ ઉજવણી અંતર્ગત શહેરીજનોની સુખાકારી વધે તે માટે લોકોપયોગી પ્રોજેકટોના લોકાર્પણ સાથે શહેરના બાળકો અને કલાકારોમાં રહેલી કલાક્ષેત્રની સુષુપ્ત શકિતને બહાર લાવી તેઓની સર્જનશીલતાને વેગ આપવા પરફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે "સમર કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાટૂય જગત અને નૃત્યકલા ક્ષેત્રના તજૂજ્ઞો ઉપરાંત અન્ય કસબીઓના વિશાળ અનુભવનો લાભ મેળવી શહેરની ઉભરતી પ્રતિભાઓએ બાળ નાટક, અભિનય, નાટૂય નિર્માણ(ટેકનીકલ), નાટૂય લેખન અને નાટૂય દિગ્દર્શન, કલાસીકલ ડાન્સ તથા વેસ્ટર્ન ડાન્સ સહિતના વિવિધ કોર્ષની તાલીમ મેળવી હતી.

જુન માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી
પમી જુન, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત સુર્યપુર રત્ન એવોર્ડ વિજેતા શ્રી નિમેષભાઇ વશી અને રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ગોવિંદભાઇ ધોળકિયા તરફથી સુરતને "ચોખ્ખું અને હરિયાળું" બનાવવા માટે મળેલ અનુદાનના વ્યાજમાંથી "એન્વાયરમેન્ટ અવેરનેશ ફંડ" પે્રરિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. શહેરના બાળકો અને નગરજનોમાં પર્યાવરણની જાળવણી અને તેને લગતા વિષયો બાબતે જાણકારી વધે તે હેતુસર વૃક્ષ વાવો પૃથ્વી બચાવો, મારી કલ્પનાનું નિર્મળ શહેર તથા પર્યાવરણ બચાવો દેશ બચાવો, ગ્લોબલ વોર્મીંગ-"જીવ સંતુલન માટે ભારે સંકટ" પર્યાવરણ જાગૃતિ સમાજની જવાબદારી તથા કુદરતની અણમોલ દેન પર્યાવરણ વિષય પર નિબંધ લેખન, પર્યાવરણની જાળવણી, સ્વચ્છ સુરત સુંદર સુરત, ગ્લોબલ વોર્મિંગ તથા સુરત શહેરની ઐતિહાસિક ઇમારતો વિષય પર ચિત્રકામ તથા પોટ પેઇન્ટીંગ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને ગ્રીન ટી શર્ટ, પાર્ટીસીપન્ટ પ્રમાણપત્રો તથા રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવે છે.
ર. વિશ્વ યોગ દિવસ
ભારતના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અડગ વ્યકિતત્વને વિશ્વની મહોર સમાન વિશ્વ સમુદાયને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે અપનાવવા સંયુકત રાષ્ટ્ર સંઘ સમક્ષ કરેલ અપીલને સંયુકત રાષ્ટ્ર સંઘએ યોગ સુખી જીવન જવવા માટેનું સંપૂર્ણ વિજ્ઞાન તરીકે સ્વીકૃતિ આપી ર૧ જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે જાહેર કરવામાં આવતાં ગત વર્ષની પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીની જેમ તા.ર૧/૦૬/ર૦૧૬ના રોજ દ્બિતીય "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની પણ દેશ અને દુનિયામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

"વિશ્વ યોગ દિવસ" એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને અનોખી ભેટ છે. ભારતીય સંસ્કૃતિના એક અંગ યોગની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરે તે માટે યોગ વિધ્યાની મૂળભૂમિ એવા ભારતમાં તે દિવસે વિરાટ, વિસ્તૃત અને શાનદાર રીતે ઉજવવાના અભિગમમાં ગુજરાત સરકાર પણ રાજયના નાગરિકોમાં આ સિદ્ધાંતોના અનુરોપણ માટે સક્રીય એવા માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરણાથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી ઉતમ ચારિત્ર્ય નિર્માણનો દ્રઢ સંકલ્પ કરવા જીલ્લા પંચાયત, જીલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સરસાણા કન્વેન્શન હોલ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સુરત મહાનગરપાલિકા દ્બારા સુરત શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની ઉજવણી કરતા સામૂહિક યોગ નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા.

સુરત મહાનગરપાલિકા દ્ધારા તા.ર૧મી જૂન ર૦૧૬ની સુવર્ણમયી પ્રભાતે ભારતના ઐતિહાસિક પ્રદાન સમા માનવ જીવનમાં યોગના મહત્વ અંગેની સમજ સાથે સુરત મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ, તમામ ઓડિટોરીયમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ખાનગી હોલ, ખાનગી સંસ્થા, સરકારી તથા ખાનગી શાળા-કોલેજો, સમાજની વાડી, બાગ-બગીચા, પાર્ટીપ્લોટ, ખુલ્લા મેદાનો, ક્રિકેટના મેદાનો, મંદિરના પટાંગણ, ખાનગી હોલ, ખાનગી સંસ્થા, શાળા-કોલેજોના મેદાનો, સમાજની વાડી, બાગ-બગીચા, પાર્ટીપ્લોટ, ખુલ્લા મેદાનો મળી ૮૦૦ થી વધુ સ્થળોએ યોજાયેલા યોગ કાર્યક્રમમાં પુરૂષો ૬ર૪૭૩૩ તથા મહિલાઓ ૭૪૯૧૯ મળી અંદાજીત ૬૯૯૬પર જેટલા લોકો ઉત્સાહભેર જોડાતાં સમગ્ર સુરત શહેર યોગમય બની ગયું હતું.

જુલાઇ માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. શ્રી ચીમનલાલ લાપસીવાલા બાળતરણ સ્પર્ધા
બાળકો અને કિશોર-કિશોરીઓમાં સાહસવૃત્તિ વિકસે, બહાદુરી પ્રગટે અને સ્પોર્ટસૂ પ્રતિ રસ-રૂચિ કેળવાય તેવા હેતુથી સને ૧૯૭૩થી પ્રતિ વર્ષ પૂજય શ્રીમોટા, હરિઃૐ આશ્રમ પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત "શ્રી ચીમનલાલ લાપસીવાલા બાળતરણ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવે છે. છોકરાઓ અને છોકરીઓના ૯ થી ૧૧ વર્ષ અને ૧૧ થી ૧૩ વર્ષના વયગૃપ મળી ૪ ગૃપમાં પ૦ મીટર અંતરની યોજાતી આ તરણ સ્પર્ધામાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા હરિઃૐ આશ્રમના પ્રતિનિધિઓના હસ્તે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ સહિત વિજેતાઓને રોકડ પુરસ્કાર, વિજેતા પ્રમાણપત્ર અને હરિઃૐ આશ્રમની ગીફટ એનાયત કરી સન્માનવામાં આવે છે. ચાલુ વર્ષ તા.૧૩/૦૭/ર૦૧૬ના રોજ યોજાનાર "શ્રી ચીમનલાલ લાપસીવાલા બાળતરણ સ્પર્ધા" તથા દિવ્યાંગ વ્યકિતઓની "તરણ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકાની વેબ સાઇટ પર સ્પર્ધાની પે્રસનોટ, પ્રવેશ ફોર્મ, નિયમો અંગેની માહિતી મૂકવામાં આવેલ છે.
ર. સૂર્યપુત્રી તાપીનદીની જન્મદિનની ઉજવણી (અષાઢ સુદ સાતમ)
ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને, તાપી સ્મરણે આ પંકિતમાં તાપી માતાનું મહાત્મય વર્ણવતા કહયું છે કે, ગંગા નદીમાં સ્નાન, યમુનાના જળનું આચમન, અને નર્મદાના દર્શનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પુણ્ય તાપીમાતાના સ્મરણ માત્રથી પ્રાપ્ત થાય છે, એ ધરતી પરની સેોથી પેોરાણિક અને સુરત શહેરની ધરોહર એવી સુર્યપુત્રી તાપી નદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ સુદ સાતમે સાંજે ૬.૩૦ કલાકે નાવડી ઓવારા, નાનપુરા, સુરત ખાતે શહેરના શ્રેય માટે મંગલદીપ પ્રગટાવી, તાપીમાતાની આરાધનાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મા.મેયરશ્રી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોના સાનિઘ્યમાં શહેર માટે કલ્યાણકારી ભવિષ્યની વાંચ્છના સાથે ઇકોફે્રન્ડલી દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે.
૩. અલુણાવ્રત નિમિત્તે આરતી શણગાર સ્પર્ધા
ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ, કન્યાઓ અને મહિલાઓ માટે જ વિશેષરૂપે યોજાતા આ ઉત્સવને જીવંત અને ધબકતો રાખવાના ઉમદા હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા અલુણાવ્રત પ્રસંગે પ્રાથમિક વિભાગ, માઘ્યમિક વિભાગની "આરતી શણગાર" સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધકોએ ઉમંગભેર ભાગ લઇ આરતીની થાળીઓને અવનવી ડિઝાઇનોમાં શણગારે છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ સહિત વિજેતાઓને રોકડ પુરસ્કાર, વિજેતા પ્રમાણપત્ર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવે છે.
૪. અલુણાવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા
ભારતીય સંસ્કૃતિ એટલે વ્રત, તપ અને તહેવારોથી ભરેલી સંસ્કૃતિ. આજે પણ પેોરાણિક વ્રત અને ઉત્સવો એજ ઊંડી શ્રઘ્ધા અને ભકિતથી ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ, કન્યાઓ અને મહિલાઓ માટે જ વિશેષરૂપે યોજાતા આ ઉત્સવને જીવંત અને ધબકતો રાખવાના ઉમદા હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા અલુણાવ્રત પ્રસંગે પ્રાથમિક વિભાગ, માઘ્યમિક વિભાગ અને ખુલ્લા વિભાગની સાદીમહેંદી તથા અરેબિક મહેંદી સ્પર્ધા યોજવામાં આવે છે. ભારતીય પરંપરામાં શુકન ગણાતી હાથે મહેંદી મુકવાની પ્રણાલીને અનુસરતાં ત્રણેય વિભાગના સાદી અને અરેબિક મહેંદી સ્પર્ધામાં ર૦૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લઇ અવનવી ડિઝાઇનમાં હાથે મહેંદી મુકી સ્પર્ધામાં ભાગ લેવા સાથે અલુણાવ્રતની શરૂઆત કરે છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ સહિત વિજેતાઓને રોકડ પુરસ્કાર, વિજેતા પ્રમાણપત્ર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવે છે.
પ. અલુણાવ્રત નિમિત્તે ગોરમાગીત સ્પર્ધા
ભારતીય લોકસંસ્કૃતિ અને વૈવિઘ્ય સભર સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવાના ભાગરૂપે અલુણાવ્રત ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ગોરમાગીત સ્પર્ધા યોજવામાં આવે છે. સુખ સમૃઘ્ધમય પરણિત ભાવિની કલ્પના સાકાર કરવાના હેતુસર અને ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ, કન્યાઓ અને મહિલાઓ માટે જ વિશેષરૂપે ઉજવાતા આ ઉત્સવની ઉજવણીમાં શહેરની ખાનગી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મળી ૧૦૦ જેટલી પ્રાથમિક શાળાની બાળાઓ પરંપરાગત પહેરવેશમાં સજજ થઇને ગોરમાંની આરાધના કરતાં ગીતો પૂરી તન્મયતાથી પ્રસ્તુત કરે છે. જેને ઉપસ્થિત સેોએ ભાવસભર માણે છે. ભાગ લેનાર સ્પર્ધકોને સ્મૃતિભેટ, પાર્ટીસીપન્ટ પ્રમાણપત્રો તથા ફલાહાર આપવામાં આવે છે. વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર, ટ્રોફી એનાયત કરી સન્માનવામાં આવે છે.
૬. વર્ષાગીત સ્પર્ધા
ભારતીય લોકસંસ્કૃતિ અને વૈવિઘ્યસભર સાંસ્કૃતિક વિરાસતના જતન કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં વરસાદની મહત્તાને ઉજાગર કરવા તથા વરસાદના આગમાનને વધાવવા પ્રાથમિક વિભાગ અને માઘ્યમિક વિભાગની વર્ષાગીત સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં શહેરની પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓના બાળકો પૂરી તન્મયતાથી વરસાદના આગમનને વધાવતા વર્ષાગીતો રજુ કરે છે. જેને શિક્ષકો, વાલીઓ, વિધ્યાર્થીઓ અને સંગીતપે્રમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વર્ષાગીતો માણવા સાથે બાળકોને પ્રોત્સાહિત કરે છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિભેટ સહિત વિજેતાઓને ટ્રોફી, વિજેતા પ્રમાણપત્ર એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવે છે.
૭. કારગીલ વિજય દિન અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન
ર૬મી જુલાઇ, ૧૯૯૯ના દિવસે કારગીલની ઊંચી પહાડીઓમાં માણસનું હાડ થિજાવી દે તેવી વિષમ પરિસ્થિતિમાં ભારતીય જવાનોએ "ઓપરેશન વિજય" પાર પાડીને કારગીલની બધી ચોકી પર પાછો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો ત્યારથી ર૬મી જુલાઇના રોજ કારગીલ વિજયને 'વિજય દિવસ' તરીકે મનાવવામાં અને કારગીલ યુદ્વમાં શહીદ થયેલા જવાનોને શ્રઘ્ધાંજલિ આપવા સુરત મહાનગરપાલિકા દ્બારા સવારે ૯.૦૦ કલાકે "કારગીલ ચોક" પીપલોદ, સુરત ખાતે શહીદોને શ્રઘ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાઓના બાળકો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી પોલીસ જવાનોની બ્યુગલની ધુન સાથે શહીદોના સ્મારકને શ્રઘ્ધાસુમન અર્પણ કરી શ્રઘ્ધાજંલી આપવામાં આવે છે. શાળાના વિધાર્થીઓના "જય જવાન જય કિસાન", "શહીદો અમર રહો" અને "વંદેમાતરમૂ" ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠે છે.

ઓગષ્ટ માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. ૧પમી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત વિવિધ હરિફાઇ
ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન : ૧પમી ઓગષ્ટની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા જે ઝોન વિસ્તારમાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજવાનો હોય તે વિસ્તારની શાળાઓના વિધ્યાર્થીઓ માટે ચિત્રકામ, નિબંધ, રંગપૂરણી, વેશભૂષા, દેશભકિતગીત જેવી વિવિધ સ્પર્ધાઓ પૈકી કોઇ પણ બે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઘ્વજવંદન બાદ સન્માન સમારોહ કાર્યક્રમમાં મા.મેયરશ્રીના વરદ્દહસ્તે સન્માનિત કરવામાં આવે છે.
ર. ૧પમી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
ભારતના રાષ્ટ્રીય પર્વ ૧પમી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિવિધ વિસ્તારમાં જનભાગીદારીથી દેશભકિત ગીત, વેશભૂષા, નિબંધ, રંગપૂરણી, ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજી ઇનામોથી સન્માનવામાં આવે છે. સ્વાતંત્ર્ય પર્વની ખુશનમા પ્રભાતે બેનરો, ટેબ્લોઝ અને સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરી કાઢવામાં આવે છે. માન.મેયરશ્રી દ્બારા ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના જવાનોની પરેડ સાથે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધુન વચ્ચે લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવે છે. સ્વાતંત્ર્ય પર્વે સુરત મહાનગપાલિકાના વિવિધ ખાતાઓની ટીમોને, અધિકારી / કર્મચારીઓ દ્વારા કરેલ વિશિષ્ટ કામગીરી બદલ નગરજનોનું સન્માન કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય પર્વે રજુ થતા દેશભકિત અને લોકસંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યકમોને શહેરીજનો મન ભરીને માણે છે.
૩. મહિલા યોગ શિબિર
સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા મહિલા સશકિત કરણના પખવાડિક કાર્યક્રમ ''મહિલા શારીરિક સેોષ્ઠવ દિવસ'' અંતર્ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ મહિલા યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. યોગ એટલે જોડાવું. યોગના અભ્યાસથી વ્યકિતનું શરીર સ્વસ્થ અને નિરોગી, બુદ્બિ તેજ બને છે. વ્યકિતનું આયુષ્ય વધે છે. ભારત સરકાર દ્બારા તા.ર૧મી જૂને ''વિશ્વ યોગ દિન''ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે ભારતીય સંસ્કૃતિના એક અંગ યોગની વિધ્યાની સંસ્કૃતિ જનજન જાણે અને મહિલાઓ રોજીંદા જીવનમાં અપનાવી સ્વસ્થ અને નિરોગી બને તેવા શુભ આશયથી યોજાતા આ મહિલા યોગ શિબિરમાં યોગ પ્રશિક્ષિકાના નિદર્શન સાથે તાડાસન, વૃક્ષાસન, વનમુકતાસન જેવા વિવિધ સરળ આસનોની સાચી રીત અને તેના ફાયદાઓની સમજ સાથે યોગાસનો કરાવવામાં આવે છે. આ 'મહિલા યોગ શિબિર' કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મહિલા પદાધિકારીશ્રીઓ, મ્યુ.સદસ્યશ્રીઓ, મ્યુ.અધિકારીશ્રીઓ, શહેરના વિવિધ મહિલા સંગઠનો-મંડળો, વિવેકાનંદ મહિલા મંડળોની મહિલાઓ, આંગણવાડી વર્કર, આશા વર્કર, શિક્ષિકાઓ તથા વિધ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં શિસ્તબઘ્ધ રીતે યોગ શિબિરનો લાભ લે છે. તમામ માટે લીંબુપાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
૪. કવિ નર્મદ જન્મજયંતિ
ર૪મી ઓગષ્ટ, નર્મદ જન્મ જયંતિ : સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મહાન સપૂત, પ્રખર સમાજ સુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા કવિશ્રી નર્મદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ર૪મી ઓગષ્ટે સવારે ૧૦.૦૦ કલાકે ચોકબજાર, ગાંધીબાગ, સુરત ખાતે કવિશ્રી નર્મદને વંદના સહ ભાવાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, શાળાઓના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહી વીર કવિ નર્મદની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરે છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો તેમજ વિધ્યાર્થીઓએ કવિ નર્મદના ''જય જય ગરવી ગુજરાત'' અને બીજા શેોર્યગીતો ગાઇને કવિ નર્મદને સ્વરાંજલિ આપવામાં આવે છે.

સપ્ટેમ્બર માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. સંજીવકુમાર નાટૂય સ્પર્ધા
સાહિત્ય અને કલાનગરી તરીકે જાણીતા સુરત શહેરના ઉગતા કલાકારોને અને રંગભૂમિને પ્રોત્સાહિત કરી તેઓ રાજયકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ નાટૂયક્ષેત્રે પોતાનું આગવું સ્થાન મેળવે તેવા ઉમદા હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૪૩ વર્ષથી નાટૂય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સુરત મહાનગરપાલિકા જ છેલ્લા ચાર દાયકાથી આ નાટૂય સ્પર્ધાઓનું આયોજન કરતી આવી છે અને તેથી જ કદાચ સમગ્ર ભારતમાં એક માત્ર સુરત શહેરમાં જ ર૭થી વધુ નાટૂય સંસ્થાઓ કાર્યરત છે. આ બધી સંસ્થાઓ મળીને કુલ ૬૦૦ થી વધુ કલાકારો સ્પર્ધાત્મક અભિગમ સાથે આ નાટૂય સ્પર્ધા દ્વારા પોતાના આંગિક, વાંચિક અભિનયથી લોકો સુધી જુદી જુદી વાતો પહોંચાડતા આવ્યા છે. પ્રતિ વર્ષ અનક્રમે ગાંધી સ્મૃતિ ભવન, સરદાર પટેલ સ્મૃતિ ભવન અને સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાતી આ સ્પર્ધામાં દશ થી બાર નાટકો ભજવાય છે અને શહેરની નાટૂયરસિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એમને માંણે છે. મહાનગરપાલિકાની કલાભિમુખતાના ફળસ્વરૂપ આજે શહેરના અનેક કલાકારો અને રમતવીરોએ સુરત શહેરનું નામ રોશન કરેલ છે. પ્રજાભિમુખ પ્રકલ્પોનું નિર્માણ કરતી, પ્રગતિના પંથે સતત આગેકૂચ કરતી અને શહેરીજનોના સ્વપ્નોને સાકાર કરતી સુરત મહાનગરપાલિકાએ સુરતને ગેોરવ અપાવનાર રંચમંચના મહાન અદાકાર સ્વ.સંજીવકુમારની સ્મૃતિમાં આ નાટૂય સ્પર્ધાને સને ર૦૧પથી ''સંજીવકુમાર નાટૂય સ્પર્ધા'' નામ આપવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા આયોજીત 'સંજીવકુમાર નાટૂય સ્પર્ધા'માં સ્કુટિની માટે નાટૂય સંસ્થાને ર,૩૦૦/- અને નાટૂય સ્પર્ધામાં ભજવણીના ખર્ચ પટે ૧૮,૦૦૦/- આપવામાં આવે છે.
ર. નવરાત્રિ પર્વોત્સવ અને ફુડ ફેસ્ટીવલ
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટીવલની સાથે સુરત શહેરની સ્વાદપ્રિય તથા ઉત્સવપ્રિય જનતાને એક જ સ્થળે વિવિધ વાનગીઓના રસાસ્વાદ સાથે રાસ, ગરબા, ઓરકેસ્ટ્રા, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, ગરબા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન દરરોજ સાંજે ૭.૩૦ થી રાત્રે ૯.૩૦ કલાક દરમ્યાન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્ધારા પ્રતિ વર્ષ આસો માસ નવરાત્રિ દરમ્યાન યોજાતા આ ફુડ ફેસ્ટીવલમાં આઠમે શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. શહેરની પ્રાથમિક અને માઘ્યમિક વિભાગની શાળાઓના વિધ્યાર્થીઓ તથા ખુલ્લા વિભાગમાં યુવક-યુવતિઓ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમોમાં ઉમંગભેર ભાગ લે છે. વિવિધ વાનગીઓના સથવારે વૈવિઘ્ય સભર સાંસ્કૃતિક કાર્યક્રમોને માંણવા શહેરની કલાપ્રિય જનતા ઉમટી પડે છે.

ઓકટોબર માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. પૂજય મહાત્મા ગાંધી જન્મજયંતિ
રજી ઓકટોબર, પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સવારે ૮.૩૦ કલાકે ગાંધીપ્રતિમાને સુતરાંજલિ તથા ગાંધીવંદના બાદ સર્વધર્મ પ્રાર્થના તેમજ ભજનનો કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે રાખવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો દ્ધારા પૂજય ગાંધી બાપૂએ આપેલ સૂત્રોને રજુ કરતા બેનરો સાથે રેલી સ્વરૂપે ફરી કાર્યક્રમ સ્થળે આવતાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિસિપલ સદ્દસ્યશ્રીઓ, વિવિધ ધર્મના ધર્મગુરૂશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શહેરીજનો દ્ધારા પૂજય ગાંધી બાપૂની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરે છે. ત્યારબાદ ગાંધીબાગ પાસે સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત વિવિધ ધર્મના ધર્મગુરૂશ્રીઓનું સન્માન કરી સર્વધર્મ પ્રાર્થનાના કાર્યક્રમમાં સામેલ હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્ત ધર્મના ધર્મગુરૂઓ પ્રાર્થના રજુ કરી પૂજય મહાત્મા ગાંધીજીની ''સર્વધર્મ સમભાવ''ની ભાવનાને ચરિતાર્થ કરવામાં આવે છે. જીવન ભારતી કિશોરભવન સ્કુલના વિધ્યાર્થીઓ રેંટિયા કાંતણ દ્વારા પૂ.ગાંધીજીના પ્રિય રેંટિયાને તથા ખાદી પહેરવાની તેમની સ્વદેશી ભાવનાને જીવંત રાખતો સંદેશ પ્રસ્તુત કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંગીત વર્તુળ દ્ધારા પૂ.ગાંધીજીના પ્રિય એવાં ''વૈષ્ણવ જન તો તેને રે કહીએ'' અને ''રઘુપતિ રાઘવ રાજા રામ'' જેવાં ભજનો સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવે છે.
ર. ભજન સ્પર્ધા
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોની પ્રાથમિક સુવિધાઓ સાથે ભારતીય લોકસંસ્કૃતિ અને વૈવિઘ્ય સભર સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રસંગોને અનુરૂપ વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે જુદી જુદી સ્પર્ધાઓનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખવા સુરત મહાનગરપાલિકા દ્ધારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ભજન સ્પર્ધામાં સુરત શહેરમાં આવેલ વિવિધ મંડળોના ૩૦ વર્ષથી વધુ વયના મોટી સંખ્યામાં ભાઇઓ બહેનોએ ભાગ લઇ ભારતીય પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઇને વિશેષતઃ શ્રીકૃષ્ણના ભકિતભાવસભર ભજનો રજુ કરી ઉપસ્થિત શ્રોતાગણને ભકિતરસમાં તરબોળ કરે છે.
૩. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ
૩૧મી ઓકટોબરના રોજ પ્રખર રાષ્ટ્રભકત સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિને સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં 'એકતા દોડ-રનફોર યુનિટી'નું આયોજન કરવામાં આવે છે. સુરત શહેરના નગરજનો જોડાઇને દેશને સમૃદ્વ બનાવવા એક, નેક અને મજબુત બનાવવા, દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યરત બનવા સંકલ્પ કરી તેને ચરિતાર્થ કરવા 'એકતા દોડ-રન ઓફ યુનિટી'માં મોટી સંખ્યામાં જોડાય છે. આપણે એકતાના અભાવે પરતંત્ર રહયા હતા. જે સ્વતંત્રતા બાદ દેશની અખંડિતતા માટે પ૬ર રજવાડાઓનું એકીકરણ કરવાનું ભગીરથ કાર્ય કુશળ વહીવટકર્તા સરદાર વલ્લભભાઇ પટેલએ પુરૂં પાડયું હતું. આપણે પણ સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પકાર અને કુશળ વહીવટકાર સરદાર વલ્લભભાઇ પટેલના ચિરસ્થાયી કર્તવ્યને સમાદરપૂર્વક સ્મૃતિબદ્વ કરવા, એને જન જન સુધી પહોંચાડી એકતાના સુત્રમાં બાંધવા યેોવનસહજ જોમથી ભાંવાજલિ આપવાના પ્રતિક સ્વરૂપ યોજાયેલા આ ''એકતા દોડ-રન ફોર યુનિટી'' કાર્યક્રમમાં જોડાઇને દેશની પ્રગતિમાં સહભાગી બનવા સાથે સરદાર વલ્લભભાઇ પટેલના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાષ્ટ્રની એકતા,અખંડિતતા અને સુરક્ષા ટકાવી રાખવા તેમજ દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા યથાયોગ્ય ફાળો આપવા અંગેના ''રાષ્ટ્રીય એકતા દિવસ શપથ'' લેવામાં આવે છે. 'એકતા દોડ' પુરી થયા બાદ સુરત રેલ્વે સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરી આ યુગપુરૂષને વંદના કરવામાં આવે છે.

ડિસેમ્બર માસના કાર્યક્રમો

Sr.No. Programmes
૧. પૂજય મહાત્મા ગાંધી જન્મજયંતિ

દેશની સંસ્કૃતિના જતન અને સંવર્ધન સાથે ભાવિ પેઢીને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા 'ગોપી કલા ઉત્સવ' અંતર્ગત ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દરરોજ સાંજે : ૭.૦૦ કલાકે ખ્યાતનામ સ્થાનિક કલાકારોના ગુજરાતી ગીતોનો ગુલદસ્તો, સુગમ સંગીત, ડાયરા ગરબા, વિવિધ પ્રાંતના નૃત્યો તથા સુરત શહેરની વિવિધ કલા સંસ્થાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ, કલાસીકલ ડાન્સ, સેમી કલાસીકલ ડાન્સ, વેર્સ્ટન ડાન્સ, અંધજન શિક્ષણ મંડળના બાળકો દ્વારા ઓરકેસ્ટ્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ડિસેમ્બર એન્ડીગમાં નગરજનોના મનોરંજન માટે શહેરની મઘ્ય ભાગમાં જ સાકાર થયેલા ગોપી તળાવ ખાતે યોજાતા ''ગોપી કલા ઉત્સવ''ના વૈવિઘ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોને વૈવિઘ્યપૂર્ણ ચર્તુમુખી વાવ, એન્વાયરમેન્ટ ઝોન, ફુડ ઝોન, કિડૂસ ઝોન, ડાન્સીંગ ફુવારા, ગઝેબો તેમજ ગોપી તળાવને રોશનીથી શણગારેલ નઝારાને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મ્યુ.સભ્યશ્રીઓ, અધિકારીઓ સહિત શહેરીજનો મનભરીને માણે છે.