Skip to main content

Space Gallery

Entering Space Gallery is developed at the first floor of Science Centre. This gallery consists of interesting information about Space, which includes early and modern rockets launched into the space, various space suits used in space and the details about different foods which are taken into the space. Information about the planets of our Solar system, exhibit to experience disorientation in space and an exhibit, that gives experience about how difficult it is to walk in space without the gravitational force are also showcased. There is an exhibit, which gives information about visitor's weight on various planets and another exhibit shows the difficulties that astronaut experiences while they fly into the space. There are replica's of various vehicle used to send satellite in the space, PSLV, GSLV, Mangalyan and Chandrayan are also on display.

સાયન્સ સેન્ટરના પ્રથમ માળ પર ''એન્ટરીંગ સ્પેસ ગેલેરી'' તૈયાર કરવામાં આવેલ છે. આ ગેલેરીમાં અવકાશ વિશેની રસપ્રદ માહિતી રજુ કરવામાં આવેલ છે, જેમાં અવકાશમાં જવા માટે ઉપયોગમાં લેવાતા પ્રારંભિક તથા મોર્ડન રોકેટ, અવકાશમાં વપરાતા વિવિધ સ્પેસ શુટ તથા ત્યાં લઇ જવાનાં વિવિધ ખોરાક વિશે પણ વિગતો રજુ કરવામાં આવી છે. સૂર્યમંડળનાં ગ્રહોની માહિતી તથા અવકાશમાં દિશા હીનતાનો અનુભવ કરાવતા એકઝીબીટસ તથા અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળની અસર ન હોવાથી ચાલવું કઇ રીતે મુશ્કેલ છે તેનો અનુભવ આપતુ એકઝીબીટ પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે. ગેલેરીમાં વિવિધ ગ્રહ પર તમારુ વજન કેટલુ થાય તેમજ અવકાશમાં જનાર અવકાશયાત્રીઓને કઇ સમસ્યાનો સામનો કરવો પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. અવકાશમાં ઉપગ્રહ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા .કીઅલ નકીઅ તેમજ મંગળયાન અને ચંદ્રયાનની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.